નમામી ગંગેના 20 પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી

 

દાવો કરવામાં આવે છે કે, આ યોજનાઓની અસર જમીનની સાથે નદીઓના પાણી પર પણ પડશે. એટલે કે ખાસ કરીને ગંગા, યમુના અને અલકનંદા પર તેની અસર દેખાશે. પાંચ હજાર રૂપિયાના વધારાના બજેટવાળી યોજનાઓ હજી સુધી સુસ્તમાં સપડાયેલી હતી.

નમામિ ગંગે પ્રોજેક્ટની 20 યોજનાઓ પર 2021 સુધીમાં 19 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એનડીએ સરકારે પોણા ત્રણ વર્ષમાં ગંગા અને અન્ય નદીઓના સફાઈ અભિયાન સાથે દસ્તાવેજી અને સર્વે સાથે જોડાયલું કામ કર્યું છે. હવે ગંગા, યમુના અને અન્ય નદીઓની સફાઈનું કામ લોકોને દેખાય તેના ઉપર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેથી 2019માં આને આધાર બનાવીને વોટરોને પોતાની તરફ પણ ખેંચી શકાય.

કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન ઉમા ભારતીએ કહ્યું છે કે, નમામિ ગંગે હેઠળ મંજૂર કરવામાં આવેલી 20 યોજનાઓમાંથી 13 ઉત્તરાખંડના વિસ્તારમાં કેન્દ્રીત છે. 415 કરોડની 13 યોજનાઓ ઉત્તરાખંડની ભાગીરથી, ગંગા અને અલકનંદાની આસપાસના જોશીમઠ, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ અને કીર્તિનગરમાં 78 કરોડ રૂપિયાના ખર્ચે નવો સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવાની યોજના છે. આ તમામ યોજનાઓનું સર્વેક્ષણનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં પણ આવી યોજનાઓ હાથ ધરાવાની છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter