ધાંગધ્રા અને હળવદના પાસના કાર્યકરોએ ભાજપમાં ઘરવાપસી કરતાં રાજકારણ ગરમાયું

કોંગ્રેસે ઉમેદવારોની જાહેર કરેલી પહેલી યાદી બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ થયો હતો. આજે ધાંગધ્રા અને હળવદના પાસના કન્વીનર ભાજપ પ્રદેશ કાર્યાલયે પહોંચી જતા રાજકારણ ગરમાયું છે.

આ તમામ કન્વીનરોએ ભાજપમાં ઘરવાપસી કરતાં રાજકારણ ગરમાયું છે. આ કન્વીનરો પહેલા ભાજપના કાર્યકરો હતા. પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં પાસમાં જોડાયા હતાં અને હવે ભાજપમાં જોડાયા છે. તો આ તમામ કન્વીનરોએ ભાજપને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter