દરેક સમસ્યાનું સમાધાન છે ગાયત્રી મંત્રના જાપ, જાણો શું છે તેના લાભ

શાસ્ત્રોમાં ગાયત્રીમંત્રને વેદોનો સૌથી શ્રેષ્ઠ અને કારગર મંત્ર ગણાવવામાં આવ્યો છે. ગાયત્રીમંત્રને વેદમાતા કહેવામાં આવે છે. ગાયત્રીમંત્રનો જાપ દરેક ઘરમાં દરરોજ કરવામાં આવે છે. ગાયત્રીમંત્રનો જાપ કરીને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો અંત લાવી શકાય છે.

ગાયત્રી મંત્રનો પહેલો જાપ સૂર્યોદય પહેલા કરવો જોઇએ. ગાયત્રી મંત્રનો બીજો જાપ બપોરે અને ત્રીજો સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલા કરવો જોઇએ. જો કોઇને સતત વેપાર અને નોકરીમાં મુકસાન થઇ રહ્યું હોય તો ગાયત્રીમંત્રનો જાપ તેના માટે લાભકારક સાબિત થાય છે.

ગાયત્રી મંત્રમાં કુલ 24 અક્ષર છે. આ ચોવીસ શક્તિઓ-સિદ્ધિઓના પ્રતિક છે. આ જ કારણ છે કે ઋષિઓએ ગાયત્રી મંત્રને ભૌતિક જગતમાં તમામ પ્રકારની મનોકામના પૂરણ કરનાર ગણાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ માટે આ મંત્ર ખૂબ જ લાભદાયી છે. સ્વલામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ગાયત્રી સદબુદ્ધિનો મંત્ર છે તેથી તેને મંત્રોનો મુકુટમણિ કહેવામાં આવે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter