તંત્રની બેદરકારી પર લોકોનો આક્રોશ, એક તરફ પાણીની તંગી બીજી તરફ લાખો લિટર પાણીનો બગાડ

તંત્રની બેદરકારીને પગલે ખંભાળિયા ખાતે પોરબંદર રોડ પર ચાલતા રોડના સમારકામ સમયે પાણીની મેઈન લાઈન તૂટતા લાખો લિટર પાણીનો બગાડ થયો છે. જેના લીધે લોકોમાં નારાજગી ફેલાઈ છે.

દ્વારકાના ખંભાળિયા ખાતે પોરબંદર રોડ પર ચાલતા રોડના સમારકામ દરમ્યાન પાણીની મેઈન લાઈન તૂટી છે. એક તરફ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ લાખો લિટર પાણી ગટરમાં વેડફાઈ રહ્યું છે.

ગઈકાલ રાતથી આ પાઈપલાઈન તૂટતા લાખો લિટર પાણીનો બગાડ થયો છે. તંત્રની આવી બેદરકારીને પગલે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter