ડભોઇમાં વર્ષોથી પાયાની સગવડોથી વંચિત સ્થાનિકોનો તંત્ર પર રોષ

ડભોઇ નગરમાં આવેલા શાંતિનગર અને લસણીયાવાડ છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા, પીવાનું પાણી અને ગટર લાઇનની સુવિધાથી વંચિત છે. નગરપાલિકા અને નગર સેવકો આ વિસ્તારની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી નગર સેવકો અને પાલિકા તંત્રની હાય-હાય બોલાવી મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ વિસ્તારમાં મધ્યમ અને ગરીબ મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો રહે છે. જે પરિવારો રહે છે ત્યાં પીવાના પાણીની ઘરમાં કોઈ વ્યવસ્થા નથી. ઘર વપરાશના દુષિત પાણીના નિકાલ માટે ગટર લાઈન ન હોવાથી ગંદુ પાણી વિસ્તારમાં ફેલાય છે. જેના કારણે નાના-મોટા સૌને રોજિંદી અવર જવરમાં તકલીફ ઉભી થાય છે.

સ્થાનિય વિસ્તારના રહીશો દ્વારા પાલિકામાં વારંવારની રજૂઆત છતા કોઈ ઉકેલ નહિ આવતા આખરે આ વિસ્તારની મહિલાઓએ આજે મીડિયા સમક્ષ પોતાની સમસ્યા અને હૈયા વરાળ ઠાલવી ન્યાય માટેની માંગ કરી હતી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter