જ્યોતિષ ઉપાય : હંમેશા રહે છે આર્થિક તાણ, તો અજમાવો આ 5 ઉપાય

જ્યોતિષમાં કેટલાંક એવા ઉપાય જણવવામાં આવ્યાં છે જેને અપનાવવાથી આર્થિક તાણ દૂર થઇ જાય છે. સામાન્ય રીતે લોકોને તે ફરિયાદ રહે છે કે મહેનત કરવા છતાં આર્થિક તંગી રહે છે અને પૈસા ટકતા નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કંડલીના દોષના કારણે આ પ્રકારની મુશ્કેલી આવે છે.

-હંમેશા પ્રયાસ કરો કે સવારે વહેલા ઉઠો અને ઉઠતાવેંત બંને હાથ જોડીને ભગવાનનું સ્મરણ કરો.

-ભગવન વિષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે અને માતા લક્ષ્મી તેમના પર જ વધારે કૃપા વરસાવે છે જે દરરોજ સાંજે તુલસી ક્યારે દિવો પ્રગટાવે છે.

-સ્નાન કર્યા બાદ તાંબાના લોટામાં સૂર્ય દેવતાને જળ અર્પિત કરો તેનાથી તમારા માન-સન્માનમાં વધારો થશે.

-દરરોજ સવારે અને સાંજે ઘરના મંદિરમાં ઘીનો દિવો પ્રગટાવો અને પવિત્ર ગંગાજળનો ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરો.

-દર મંગળવાર અને શનિવારે શનિદેવ તથા હનુમાનજીને તેલનો દિવો પ્રગટાવો સાથે જ ગરીબોને દાન કરો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter