જુઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો પર ભાજપ ક્યારે મહોર મારશે?

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રિનિંગ કમિટિની બેઠક યોજી છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે દિવાળી પછી ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કર્યુ છે.

આગામી 21થી 27 ઓક્ટોબરના રોજ અડાલજના શાંતિનિકેતન ખાતે આ બેઠક યોજાવાની છે. જેમા સંકલન સમિતિના નિરીક્ષકો દ્વારા જે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે.

તેમાંથી કેટલાક ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરી અંતિમ નામ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલવામાં આવશે. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જે ઉમેદવાર પર મહોર લગાવવામાં આવશે તે ઉમેદવારની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter