જમાલપુરના મુસ્લિમ અગ્રણીઓએ જગન્નાથજી મંદિરની લીધી મુલાકાત

ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરેક સમાજના લોકો આ ભવ્ય રથયાત્રાને વધાવવા માટે તત્પર છે. આજે અમદાવાદના જમાલપુર વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી.

ભગવાનની રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે શહેરના તમામ મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થાય તે માટે અગ્રણીઓએ મહંત દિલીપ દાસજીને હૈયા ધારણા આપી હતી. આ સાથે અમદાવાદ શહેરના મુસ્લિમ અગ્રણીઓએ એક શાંતિ અને ભાઈચારાનાં પ્રતિક રૂપે મોમેન્ટો પણ આપ્યો હતો.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter