ચીન સાથે મોટી લડાઇની શક્યતા નથી : ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. પી. મલિક  

સિક્કિમ સેક્ટરમાં ડોકલામ વિવાદ મામલે છેલ્લા 8 સપ્તાહથી ચીનની સેના સાથે તણાવ ચાલી રહ્યો છે. ડોકલામ સૈન્ય ગતિરોધ મામલે ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. પી. મલિકે મોટી ટીપ્પણી કરી છે.

જનરલ વી. પી. મલિકે કહ્યું છે કે ચીનની સાથે ઘર્ષણથી ઈન્કાર કરી શકાય તેમ નથી. જો કે તેમણે ભારત અને ચીન વચ્ચે મોટા સ્તરે લડાઈ છેડાવાની આશંકા નહીં હોવાનું પણ જણાવ્યું છે.

જનરલ વી. પી. મલિકનું માનવું છે કે ભારત અને ચીન બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશો છે અને તેથી બંને દેશો વચ્ચે મોટી લડાઈ છેડાવાની આશંકા નથી. જનરલ વી. પી. મલિક 1999ના કારગીલ યુદ્ધ વખતે ભારતીય સેનાધ્યક્ષ હતા.

તેમણે કહ્યું છે કે હાલની પરિસ્થિતિની સરખામણી 1962 સાથે કરી શકાય નહીં. તેમણે કહ્યું છે કે બંને દેશો વચ્ચે લડાઈ થાય તેવું લાગતું નથી. પરંતુ ચુમ્બી ઘાટી અથવા સરહદી વિસ્તારમાં કોઈક ઠેકાણે ઘર્ષણથી ઈન્કાર કરી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિ માટે ભારતે તૈયાર રહેવું પડશે.

જનરલ મલિકનું કહેવું છે કે સૈન્ય ગતિરોધને સમાપ્ત કરવા માટે કૂટનીતિક સ્તરે કોશિશ થઈ રહી છે આશા છે કે આ વિવાદને ઉકેલવામાં આવશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter