ચાંદોદના પૌરાણિક મંદિરમાંથી તસ્કરોનો હાથફેરો

ડભોઈ તાલુકના ચાંદોદમાં આવેલા પૌરાણિક ચંડિકા મંદિરમાં તસ્કરોએ ચોરી કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે.

મંદિરમાંથી તસ્કરો ચાંદીના આભુષણો તેમજ દાનપેટી ઉઠાવી ગયા હતા. આ ઘટનાથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠવા લાગ્યા છે મંદિરના પૂજારીના મતે ચાંદીના મુખવટા સહીત છત્ર, પાદુકા અને મુખારવિંદ જેવી વસ્તુઓને તસ્કરો ઉઠાવી ગયા છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા પહોંચેલી પોલીસે ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter