ઘરમાંથી દરિદ્રતા દૂર કરશે આ સરળ ઉપાય

જે ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે ત્યાં સુખ અને શાંતિ ટકતાં નથી. ઘરમાં સુખ-શાંતિ એટલે લક્ષ્‍મીજીનો વાસ અને દરિદ્રતા એટલે કે લક્ષ્‍મીજીની બહેન અલક્ષ્‍મીનો ઘરમાં વાસ. અલક્ષ્‍મીનો સ્વભાવ લક્ષ્‍મીથી વિપરીત હોય છે. મહાલક્ષ્‍મી જ્યાં બિરાજે છે ત્યાં સુખ અને સૌભાગ્ય રહે છે અને અલક્ષ્‍મીનો વાસ જ્યાં હોય છે ત્યાં દુ:ખ, ક્લેશ અને ગરીબીનો વાસ હોય છે.

ઘરમાં અલક્ષ્‍મીનો વાસ ન થાય અને મહાલક્ષ્‍મીજીનો વાસ થાય તે માટે કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પર રાખવી જોઈએ. આ વસ્તુઓને ઘરના પ્રવેશ દ્વાર પર રાખવાથી લક્ષ્‍મી ઘરમાં પ્રવેશ કરતી નથી.ઘરના મુખ્ય દરવાજાની આસપાસ સુગંધી ફૂલ રાખવા. તેનાથી ઘરનું વાતાવરણ સુધરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

ઘરના આંગણામાં ઉગેલા ફૂલનો ઉપયોગ ભગવાનની પૂજામાં કરવો. આ ઉપરાંત ઘરના આંગણામાં બીલીપત્રનું ઝાડ રાખવાથી પણ લાભ થાય છે. ઘરની નજીક આસોપાલવનું ઝાડ રાખવાથી પણ લાભ થાય છે. જો ઝાડ લગાવવું શક્ય ન હોય તો આસોપાલવના પાનનું તોરણ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું.

ખાસ ધ્યાન રાખવું કે આ પાન સુકાઈ જાય એટલે તોરણ બદલી નાંખવું. એટલે કે લીલા પાનનું જ તોરણ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું.
ઘરમાં સવારે અને સાંજે સુગંધી ધૂપ કરવો. સૂર્યાસ્ત બાદ ઘરમાં કપૂર અચૂક પ્રગટાવવું. સવાર થવાની સાથે જ ઘરના બારી-દરવાજા ખોલી દેવા. આ ઉપરાંત ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તે માટે લક્ષ્‍મીજીની તસવીર ઘરમાં લગાવવી અને ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવું અને શુભ-લાભ લખવા. આ બંને વસ્તુમાં સિંદૂરનો ઉપયોગ કરવો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter