ગુજરાત હાઇકોર્ટ: રાજ્યમાં 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટીકના કપ પર પ્રતિબંધ

ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપતા કહ્યું છે કે રાજ્યમાં ચા કે ઠંડાપીણા માટે 50 માઇક્રોનથી વધુ જાડાઇના કપનો ઉપયોગ કરવો પડશે. ગુજરાત હાઇકોર્ટે કેન્દ્રના આદેશને યોગ્ય જણાવતા ચૂકાદો આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે હાઇકોર્ટમાં હલકી ગુણવત્તાના કપ વાપરનારા પર કાર્યવાહી કરવાના મામલે અરજી કરાઇ હતી.

રાજ્યમાં વિવિધ કોર્પોરેશન દ્વારા ચા કે ઠંડાપીણામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના કપ 50 માઇક્રોનથી વધુની જાડાઇના છે કે નહી એ મામલે કાર્યવાહી કરવામાં આવે છે. કોર્પોરેશનની આ કાર્યવાહી વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે ચા કે ઠંડાપીણા માટે 50 માઇક્રોનથી ઓછી જાડાઇના કપના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે.

મહત્વપૂર્ણ છે કે કોર્પોરેશન દ્વારા વેપારીઓ પર કરવામાં આવતી કાર્યવાહી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે ચૂકાદો આપતા આદેશ ગુજરાત હાઇકોર્ટે કેન્દ્રના આદેશ અનુસાર કોર્પોરેશનની કાર્યવાહી યોગ્ય ઠેરવતા ચૂકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે રાજ્યમાં ચા કે ઠંડાપીણા માટે પ્લાસ્ટિકના 50 માઇક્રોનથી વધુ જાડાઇના કપનો ઉપયોગ કરવો પડશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter