GSTV
Home » News » ગુજરાતના મહાન શાયર જલન માતરીનું નિધન

ગુજરાતના મહાન શાયર જલન માતરીનું નિધન

ગુજરાતના મહાન શાયર જલન માતરીનું નિધન થયું છે. રાયખંડ ખાતેના તેમના નિવાસ સ્થાને તેમનું નિધન થયું. જલન માતરીના નિધનથી જાણે ગઝલની દૂનિયામાં ગૂંજતી એક ગૂંજ કાયમ માટે સુન્ન પડી ગઇ છે. જલન માતરી જેનું જીવન જ જાણે ગઝલોને અર્પિત હતુ.

તેનું આખું નામ અલવી જલાલુદ્દીન સઆઉદ્દીન છે. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1934ના રોજ ખેડા જિલ્લાના માતર ગામે થયો હતો. તેઓએ પોતાનો મેટ્રિક સુધીનો અભ્યાસ વર્ષ 1953માં પૂર્ણ કર્યો હતો. જે બાદ તેઓએ વ્યવસાય તરીકે એસટીમાં નોકરી કરી હતી.

જલન માતરી શુકન, સુખવતર, તપીશ જેવા પ્રસિદ્ધ ગઝલ સંગ્રહો ઉર્મિનું શિલ્પ. ઉઘડી આંખ બપોરે રણમાં સહિતના સંગ્રહોના રચનાકાર હતા. આ કવિ વલી ગઝલ એવોર્ડ 2007માં ઉઘડી આંખ બપોરે રણમાં આત્મકથાને સાહિત્ય એકાદમી દ્વારા પ્રથમ પારિતોષક વર્ષ 2005માં આપવામાં આવ્યો હતો.

વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરાયા હતા. 1957થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સેવામાં જોડાઇને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હોદા પરથી સન 1992માં નિવૃત થયા હતા.નિવૃત બાદ તેઓએ તેમનું બાકીનું જીવન જાણે સાહિત્યની સેવાને જ અર્પણ કર્યુ હતું. તેમ તેઓ સાહિત્ય સેવામાં જ મગ્ન રહ્યા હતા.

આધ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધી જૂનાગઢ દ્વાર વિદ્યમાન ગુજરાતી કવિને તેમના સમગ્ર કવિતા સર્જનને લક્ષમાં લઇને પ્રતિ વર્ષ અપાતા ગુજરાતી કવિતાના સૌથી વધુ ગૌરવપ્રદ નરસિંહ મહેતા એવોર્ડ 2016 પણ જાણે જલન માતરીના નામે નોંધાયો હતો અને કવિ જલન માતરીનું મોરારીબાપૂના હસ્તે આ એવોર્ડથી સન્માન કરાયુ હતું.

Related posts

પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધીને જન્મદિવસની આપી શુભેચ્છા, ‘ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે’

Mayur

ફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે વૈશ્વિક વેપાર થઈ શકશે!

Arohi

આજે રાજકોટની સામાન્ય સભામાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળવાની શક્યતા, ભાજપ કોંગ્રેસના થશે પારખા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!