કોર્ટ મેરેજ મામલે બબાલ, 43ની ધરપકડ, આરોપીઓને ગોધરા સબજેલમાં લેવાનો ઇન્કાર

પંચહાલના મોરવા હડફમાં ગઈકાલે કોર્ટ મેરેજ મામલે થયેલી બબાલમાં પોલીસે 43 આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

કોર્ટમાં રજૂ કરી પોલીસ 43 આરોપીઓને ગોધરા સબજેલમાં લઈને આવી હતી.  જો કે સબજેલના સુપ્રિટેન્ડેન્ટે આરોપીઓને સબજેલમાં લેવાનો ઇન્કાર કર્યો હતો.

સબજેલમાં આરોપીઓને ન રાખવામાં આવતા હાલ તમામ 43 આરોપીને સબજેલની બહાર જ પોલીસ દ્વારા બેસાડવામાં આવ્યા હતાં. સુપ્રિટેન્ડેન્ટે આટલાબધા આરોપીઓને ક્યાં રાખવા તેવું જણાવતા આરોપીઓને લઇને આવેલી પોલીસ ચિંતામાં મૂકાઈ હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter