સૈન્ય કોર્ટે જાધવની દયા અરજી ફગાવી, હવે પાક. સેના પ્રમુખ લેશે ફાંસી પર નિર્ણય

પાકિસ્તાનની જેલમાં બંધ કથિત ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવની દયા અરજીને પાકિસ્તાન આર્મી કોર્ટે ફગાવી છે ત્યારે પાકિસ્તાન આર્મી અનુસાર, જાધવની દયા અરજી પર હવે સેના પ્રમુખ પુરાવા જોયા બાદ જલ્દી નિર્ણય લઇ શકે છે.

પાકિસ્તાનની સેના કોર્ટ દ્વારા કથિત જાસૂસીના આરોપમાં મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાદવની દયા અરજી પર પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાદેવ બાજવા વિચાર કરી રહ્યાં છે. પાકિસ્તાની સેનાએ રવિવારે કહ્યું કે, સેના પ્રમુખ જાધવની વિરુદ્વ પુરાવાઓનું વિશ્વેલેષણ કરી રહ્યાં છે અને જાધવની દયા અરજી પર મેરિટના આધાર પર નિર્ણય કરશે. ઇન્ટર સર્વિસેજ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક આસિફ ગફૂરે રાવલપિંડીમાં રવિવારે કહ્યું હતું કે, કુલભૂષણ જાધવની અપીલ પર જનરલ બાજલા જલ્દી અંતિમ નિર્ણય લેશે. જનરલનો નિર્ણય મેરિટના આધાર પર હશે.

ઉલ્લેખનીય છે, જાધવ મામલા પર આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલમાં જાધવને કથિત રીતે જાસૂસી અને આતંકદવાદના મામલામાં ફાંસીની સજા સંભળાવી હતી. સજા સામે ભારતની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસીની સજાના અમલ પર રોક લગાવી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter