કોંગ્રેસ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી રહી છે: ડેપ્યુટી સીએમ નીતિન પટેલ

કોંગ્રેસ દ્વારા સોમવારે પાટીદાર સમાજની અનામત સહિત અન્ય માંગણીઓ સ્વિકારવા મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી રહી હોવાનું તેમજ કોંગ્રેસ ચૂંટણી છે એટલે પાટીદારોને લોભાવવા માટે અનામત સહિત માંગણીઓ સ્વિકારવાની લોલીપોપ આપી રહ્યાંનું કહ્યું હતું.

પાસના કન્વિનર હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ રાજ્યના નાયબ મખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદારો પર કરવામાં આવેલા દમન મુદે સરકારે કમિશનની રચના કરી છે. કોંગ્રેસ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી રહી છે. જ્યારે પાસ અને કોંગ્રેસ વચ્ચે યોજાયેલી બેઠક પર મુખ્પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસે કોઈ નક્કર ખાતરી આપી નથી. ચૂંટણી છે એટલે કોંગ્રેસ પાટીદારોને લોભાવવા માટે હવે અનામત અને અન્ય માંગણીએ સ્વીકારવાની લોલીપોપ આપી રહી છે.

;

ઉલ્લેખનીય છેકે, આ પહેલા પાસ અને કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ કોંગ્રેસના નેતા સિદ્વાર્થ પટેલે કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાટીદાર યુવાનો પર દમન કરનાર અધિકારી પર કાયદાકીય પગલા ભરવામાં આવશે. કોંગ્રેસની સરકાર બનશે તો પાટીદાર યુવાનો વિરૂદ્ધ લગાવવામાં આવેલા તમામ ગંભીર કેસ પરત ખેંચવામાં આવશે. આ સાથે આંદોલન દરમ્યાન મૃતક યુવાનોના પરિવારજનોને 35 લાખની સહાય કરાશે. આ ઉપરાંત મૃતકના પરિવારજનમાંથી કોઈપણ એક વ્યક્તિને શિક્ષણિક લાયકાત મુજબ સરકારી નોકરી આપવામાં આવશે. કોંગ્રેસની સરકાર બનશે તો સવર્ણ આયોગની રચના કરવામાં આવશે. જેના માટે 2 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter