કોંગ્રેસ આ 4 ધારાસભ્યોને રિપીટ નહીં કરે, બદલામાં આપ્યો આ વિકલ્પ

કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી પહેલા જ વિખવાદ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના ચાર ધારાસભ્યોની ટિકિટ કપાશે. આંતરિક અસંતોષ-ઉંમરના કારણે ટિકિટ નહીં આપે.

કોંગ્રેસે ચારે ધારાસભ્યોને બીજા નામ સુચવવા વિકલ્પ આપ્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં તેમની નિષ્ઠાને જોતા વિકલ્પ અપાયો છે. ધારાસભ્યોને બદલે તેઓ જે નામ આપશે તેને ટિકિટ આપવામાં આવશે. પુત્ર કે પરિવારના કોઇ સભ્યને પક્ષ ટિકિટ આપશે.

મહુધામાંથી નટવરસિંહ ચૌહાણને વિકલ્પ અપાયો છે. નટવરસિંહને બદલે તેના પુત્રને ટિકિટ અપાઇ શકે છે. જ્યારે કે બનાસકાંઠામાં બે ધારાસભ્યની ટિકિટ કપાશે.

ધારસિંહ ખાનપુરા અને જોઇતા પટેલની ટીકિટ કપાશે. પુરને કારણે તેમની સામે અસંતોષ હોવાથી પાર્ટીએ વિકલ્પ આપ્યો છે. બન્ને ધારાસભ્યોના પસંદગીના ઉમેદવારને ટિકિટ અપાશે.

આ ઉપરાંત લુણાવાડામાં હીરાભાઇ પટેલની પણ ટિકિટ કપાઇ શકે છે. આંતરિક વિરોધના કારણે પાર્ટીએ વિકલ્પ આપ્યો છે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટિમાં ચાર ધારાસભ્યોના નામની પણ ચર્ચા થઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter