કોંગ્રેસનો આક્ષેપ, ભાજપની સરકારે ખેડૂતોને દગો દીધો

વિધાનસભામાં ખેડૂતોના મુદ્દે ચર્ચા દરમિયાન કોંગ્રેસે ભાજપ સરકારની આકારી ઝાટકણી કાઢી છે. કોંગ્રેસના ધારાસભ્ય સી. જે ચાવડાએ ખેડૂતોનો મુદ્દો ઉઠાવી સરકાર પર વાકપ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ સરકારે ખેડૂતોને ગુમરાહ કરી વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે ભાજપ સરકાર ખેડૂતોને કઇ રીતે હેરાન કરી રહી છે તેના એક પછી એક આક્ષેપો મારો ચલાવ્યો હતો. કોંગી ધારાસભ્ય સી જે ચાવડાએ મોરચો સંભાળી ભાજપ કઇ રીતે ખેડૂત વિરોધી છે તે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે કોંગ્રેસની સરકારમાં હોર્સ પાવરના ૫૦૦ રૂપિયા હતા તે ભાજપે આવીને બારસો સુધી વધારી દીધાનો આરોપ મૂક્યો હતો. બાદમાં આઠસો કરીને વાહવાની લૂંટવાનો ખોટો પ્રયાસ કરાયો છે. તેમણે ૧૫ વર્ષથી રાજ્યમાં કૃષિ નિયામકની જગ્યા ખાલી હોવાના મુદ્દે પણ સરકારને ઘેરી હતી. કોંગ્રેસે વડાપ્રધાન પાક વીમા યોજના પર પણ કટાક્ષ કરતા તેને પાક ફસાયા યોજના ગણાવી હતી. તેમણે છ કરોડની પણ છ ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી.

રાજ્યમાં વીજ કનેકશન પેન્ડિંગના મુદ્દે પણ કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી હતી. રાજ્યમાં દસથી બાર લાખ ખેડૂતોના વીજ જોડાણ પેન્ડિંગ હોવાનુ જણાવી કોંગ્રેસે ખેડૂતોનો વિશ્વાસ ભંગ કર્યાનુ જણાવ્યું હતું. નવા જિલ્લાઓની જાહેરાત કરનારી ભાજપ સરકાર પર ટોણો મારતા એ પણ કહ્યુ કે તમારી સરકાર નવા જિલ્લા બનાવે છે પરંતુ નવી ડેરીઓ નથી બનાવતી. ભાજપ સરકારની રાજમાં દેવુ, દારૂ અને રોજડા વધ્યાનું પણ જણાવ્યું હતું. તેમણે ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો ગુજરાતની સરકારની પણ હાલત મહારાષ્ટ્ર સરકાર જેવી થશે તેમ જણાવ્યું હતું.

આદિવાસી વિસ્તારના કૉંગ્રેસ ધારાસભ્યએ પણ ભાજપ પર પહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે આદિવાસી વિસ્તારમાં બિયારણમાં ભેળસેળ થઇ રહી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ટપક સિંચાઇ પદ્ધતિમાં સબસીડીના નામે ખેડૂતો પાસેથી ભાવ ફેર નામે પાઇપના 40 ટકા વસૂલાતા હોવાનો આક્ષેપ કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter