કેન્દ્રએ ગુજરાતના કેરોસીનના જથ્થામાં 2.10 કરોડ લીટરનો કા૫ મૂક્યો !

કેન્દ્ર સરકાર દરેક રાજ્યને કેરોસીનના જથ્થાની ફાળવણી કરે છે. કેન્દ્ર સરકારે ગુજરાતને ફાળવવામાં આવતા જથ્થામાં ધરખમ ઘટાડો કર્યો છે. વર્ષ 2016ની સરખામણીમાં પાછલા વર્ષે 2.10 કરોડથી પણ વધુ લીટરનો જથ્થો ઘટાડી દેવાયો હતો.. વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરીકાળમાં પૂછાયેલા સવાલના જવાબમાં આ જાણકારી સામે આવી છે.

પાકિસ્તાની જેલમાં હાલ ગુજરાતના 355 માછીમારો બંધ

વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં પાકિસ્તાનની જેલમાં બંધ રાજ્યના માછીમારોનો પ્રશ્ન પૂછાયો.. મળતી માહિતી પ્રમાણે જણાયુ કે હાલ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 355 માછીમારો બંધ છે. છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન સરકારે 919 માછીમારોને મુક્ત કર્યા છે. કેન્દ્ર સરકારના ગૃહવિભાગ દ્વારા માછીમારોને મુક્ત કરવાની કાર્યવાહી થતી હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter