ઉપલેટાના પ્રાંસલા રાષ્ટ્રકથા શિબિરમાં મોડી રાતે લાગી ભીષણ આગ, ત્રણ કિશોરી સહિત 8ના મોત, 15 ઘવાયા

ગુજરાત અને રાજસ્થાનમાં લાગેલી ભિષણ આગના કારણે આઠ લોકોના મોત થયા છે. ગુજરાતના ઉપલેટાના પ્રાંસલા ખાતે આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ કિશોરીના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે વિદ્યાર્થિનીઓ સહિત 15 લોકો ઘવાયા છે

રાજકોટના ઉપલેટાના પ્રાંસલા રાષ્ટ્રકથા શિબિરમાં મોડી રાતે લાગેલી ભીષણ આગમાં ત્રણ કિશોરીના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે 15 લોકો ઘવાયા છે. જેમને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા છે.

પ્રાંસલામાં  સ્વામી ધર્મબંધુજી આયોજિત 20મી રાષ્ટ્રકથા શિબિર ચાલી રહી હતી. જેમાં રાતે દોઢ વાગ્યાના અરસામાં વિદ્યાર્થિનીઓએ રોકાણ કર્યુ હતુ. તેવા 100 જેટલા ટેન્ટમાં શોટસર્કિટથી આગ લાગી અને ગણતરીની મિનીટોમાં 50થી 60 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા. જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ત્યાં ઉપસ્થિત સેના અને NDRFની ટીમના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ.

દીવાલ તોડી ને વિદ્યાર્થીનીઓના જીવ બચાવી તેમને બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, આઈજી ડી.એન.પટેલ ,રૂરલ એસપી અંતરીપ સુદ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જીણવટ ભરી તપાસ શરૂ કરી હતી.

રાજકોટના ઉપલેટા પાસે આવેલા પ્રાસલા ગામે 20મી રાષ્ટ્રકથા શિબિરમાં આગજનની થતા અફરાતફરી મચી હતી. આ ઘટનામાં 60થી વધુ ટેન્ટ ખાખ થયા હતાં અને 3 વિદ્યાર્થિનીઓ ના મોત નિપજતા ભારે કરૂણતા સર્જાઈ હતી.

ઉપલેટાના પ્રાસલા ગામે ચાલી રહેલ રાષ્ટ્રકથા શિબિરમાં સમગ્ર ભારતભરમાંથી વિદ્યાર્થીઓ તાલીમ લેવા આવે છે. શિબિરમાં ભાગ લેવા આવેલ વિદ્યાર્થીનિઓના ટેન્ટમાં અચાનક આગ ભભૂકતા વિદ્યાર્થીનિઓ ગભરાઈ હતી અને નાસભાગ મચી હતી. આ ઘટનામાં 20 જેટલી વિદ્યાર્થીનિઓ આગની લપેટમાં આવી હતી જેમાં 3 વિદ્યાર્થીનીઓના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી હતી.

ઘટનાની જાણ થતાં રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, આઈજી ડી.એન.પટેલ, રૂરલ એસપી અંતરીપ સુદ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જીણવટ ભરી તપાસ શરૂ કરી હતી. આ ઘટનાની સમગ્ર પ્રશાસનને જાણ કરી તાત્કાલિક આસપાસની હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

શિબિરમાં વિદ્યાર્થીનીઓ પોતાના ટેન્ટમાં હતી ત્યારે 20 થી વધુ ટેન્ટમાં આગ લાગતા 3 વિદ્યાર્થીનિઓ   સ્થળ પર જ ભડથું બનીને મૃત્યુ પામી હતી. શિબિરના આયોજક સ્વામી ધર્મબંધુજી આ ઘટના બાબતે ઘેરા શોકમાં ડૂબ્યા હતા. રૂરલ એસપી અંતરિપ સુદે જણાવ્યું હતું કે એફએસએલ તપાસ બાદ ઘટનાનું સાચુ કારણ જાણી શકાશે

જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ત્યાં ઉપસ્થિત NDRFની ટીમના જવાનોએ દીવાલ તોડીને વિદ્યાર્થીનીઓના જીવ બચાવી તેમને બહાર કાઢી હતી. હાલ તો શોર્ટ સર્કિટને કારણે ટેન્ટમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter