આવાસ યોજનાના મકાનમાં સમસ્યા સર્જાતા ગરીબ લાભાર્થીઓમાં રોષ

સરકાર દ્વારા ગરીબો માટે આવાસ બનાવાતા હોય છે. પરંતુ સરકારી કામ હલકી ગુણવત્તાવાળું હોવાનું ફરીથી સાબિત થયું. અમદાવાદ કોર્પોરેશને બે વર્ષ પહેલા ફાળવેલા મકાનોમાં અનેક સમસ્યાઓ સર્જઈ છે. જેને કારણે ગરીબ લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે.

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં મહાનગરપાલિકાએ એલઆઈજી-3 રામેશ્વરામ આવાસ યોજના ઉભી તો કરી દીધી. પરંતુ હવે આ રામેશ્વર આવાસ યોજના રામભરોસે છે. બે વર્ષ પહેલા આ ઈમારતો ઉભી તો કરી દીધી. પરંતુ માત્ર બે જ વર્ષમાં અનેક મકાનોમાં તિરાડો પડવા લાગી છે અને ભેજ આવવા લાગ્યો છે. લીફ્ટમાં પણ પાણી ભરાઈ જાય છે. બે જ વર્ષમાં આવી સમસ્યાઓ સામે આવતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે.

CRICKET.GSTV.IN

આવાસ જ્યારે ફાળવાયા ત્યારે લાભાર્થીઓ ખુશી ખુશી રહેવા આવી ગયા. અને ઘરનું ઘર હોવાનું સપનું પુરુ થયાનો અહેસાસ કર્યો. પરંતુ હવે બે જ વર્ષમાં તીરાડો પડતાં અને દિવાલોમાં ભેજ આવતાં આ લાભાર્થીઓમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના થશે તેવી દહેશત ફેલાઈ છે અને પોતે છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે.

કોન્ટ્રાક્ટરો નબળું બાંધકામ કરીને આ ગરીબોને ભયમાં મુકી દીધા છે. મકાનમાલિકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે તંત્રને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.  સરકારના મળતિયા  કોન્ટ્રાક્ટરોએ કમાણી કરી લીધી અને કમાણી કરાવી આવી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. ભ્રષ્ટાચારની ગંધમાં આ લાભાર્થી પીડાઈ રહ્યા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter