GSTV

આનંદો : સ્ટેટ બેંકે મિનિમમ એવરેજ બેલેન્સની ૫૦૦૦થી રકમ ઘટાડીને ૩૦૦૦ કરી

(SBI) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બચત ખાતાધારકોના મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ (MAB)ની મર્યાદા રૂ. ૫૦૦૦થી ઘટાડી રૂ. ૩૦૦૦ કરી છે.

આગાઉ ૫૦૦૦ રકમ હોવાથી લોકોએ ખાતા બંધ કરવાનું શરુ કર્યું હતું, સામાન્ય વર્ગ કે પછી વિદ્યાર્થી વર્ગને તકલીફ રહેતી હતી.

પણ પેન્શન મેળવતા અને અવયસ્કો માટે આ રકમ પાંચ હજાર જ રહેશે. બેંકે મંથલી એવરેજ બેલેન્સ ન રાખી શકવા પર સર્વિસ ચાર્જ ૨૦-૫૦ ટકા ઓછો કર્યો છે.

એસબીઆઈના મુજબ, તેણે મેટ્રો અને અર્બન સેન્ટર્સને એક જ કેટેગરીમાં રાખવાનો નિર્ણય લીધો છે અને આ કારણે મેટ્રો સેન્ટર્સમાં મિનિમમ બેલેન્સની જરૂર રૂ. ૫૦૦૦થી ઘટાડી રૂ. ૩૦૦૦ કરી છે.

આ સિવાય પેન્શનર્સ, સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને કિશોર વયના લોકોને તેમાંથી રાહત આપવામાં આવી છે.અત્યારે મેટ્રો અને અર્બન સેન્ટર્સના કસ્ટમર્સને એકાઉન્ટમાં એવરેજ બેલેન્સ ન રાખવા પર રૂ. ૪૦થી રૂ. ૧૦૦ સુધીનો ચાર્જ આપવાનો રહે છે. તેને ઘટાડીને તે ૩૦-૫૦ રૂપિયા કરી દેવાયો છે. સેમી-અર્બન અને રૂરલ સેન્ટર્સ માટે ચાર્જ ૨૫-૭૫ ટકા ઘટાડીને ૨૦-૪૦ રૂપિયા કરવામાં આવ્યો છે.

બેંક તરફથી કરવામાં આવેલો આ સુધારો ઓક્ટોબર, ૨૦૧૭થી અમલમાં આવશે.

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!