આદી ગોદરેજ : દેશની તમામ સરકારી બેંકોનું ખાનગીકરણ કરવુ જોઈએ

પીએનબી કૌભાંડ મામલે જાણીતા ઉદ્યોગપતિ આદી ગોદરેજે પ્રતિક્રિયા આપી છે. આદી ગોદરેજે કહ્યું કે દેશની તમામ સરકારી બેંકોનું ખાનગીકરણ કરવુ જોઈએ. બુધવારે મુબંઈમાં આયોજિત એક કાર્યક્રમમાં આદી ગોદરેજે હાજરી આપી હતી.

કાર્યક્રમમાં આદી ગોદરેજે દેશની તમામ સરકારી બેંકના ખાનગીકરણની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે ખાનગી બેંકોમાં પીએનબી જેવુ કૌભાંડ બહાર આવ્યું હોય તેવુ મેં ક્યારેય સાંભળ્યું નથી.

દેશમાં વાજયેપી સરકારે ખાનગીકરણ માટે ઘણું કામ કર્યું છે. જેના સારા પરિણામો પણ આવ્યા છે. કેન્દ્ર સરકાર ખાનગીકરણને પ્રોત્સાહન આપશે તો તેના સારા પરિણામ આવી શકે છે. કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાનુ ખાનગી કરણ કરી હકારાત્મક નિર્ણય લીધો છે.

દેશમાં મોટા પ્રમાણમાં સરકારી બેંકો છે. જેનુ ખાનગીકરણ કરવુ જોઈએ. જે પૈકી દેશમાં અનેક જાહેરક્ષેત્રો એવા છે જેનું ખાનગીકરણ કરવું જરૂરી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter