આજે ભારત-શ્રીલંકાની ટી-20, ટેસ્ટ અને વન ડેની વ્હાઇટવોશ પ્રથા અટકશે કે કાયમી રહેશે ?

ટેસ્ટ અને વન ડેમાં શ્રીલંકાનો વ્હાઇટવોશ કરીને જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે એકમાત્ર ટી-20 રમવા ઉતરશે.

બંને ટીમો જીતવાની ઈચ્છા હશે અને સંપૂર્ણ કોશિશ કરશે, ભારત વ્હાઇટવોશ પ્રથાને આગળ વધારવા ઉતરશે અને જયારે વ્હાઇટવોશ પ્રથાને અટકાવ મેદાનમાં ઉતરશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર ટી-20 મેચ બુધવાર સાંજે 7 કલાકથી રમાશે.

વિરાટ કોહલી- ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એકમાત્ર ટી-20 મેચમાં કેટલાક બદલાવ સાથે ઉતારવાની શક્યતા છે, શિખર ધવન ગયા અઠવાડિયે પોતાની બીમાર માતા પાસે પરત ફર્યો છે જેને કારણે તે પાંચમી વન ડે મેચમાં પણ રમી શક્યો નહતો.

રોહિત શર્મા સાથે એકમાત્ર ટી-20 મેચમાં અજિંક્ય રહાણે અથવા લોકેશ રાહુલ ઓપનિંગ માટે ઉતરી શકે છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 10 ટી-20 મેચ રમાઇ છે. જેમાં 6 મેચમાં ભારતનો વિજય થયો છે જ્યારે 4 મેચ શ્રીલંકા જીત્યુ છે.

ભારત અને શ્રીલંકા 1 માર્ચ, 2016માં ટી-20માં ટકરાયા હતા. જેમાં ભારતને 4 બોલ બાકી રહેતા 5 વિકેટે વિજય થયો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage