આજથી કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત સાત દિવસ ગુજરાતની મુલાકાતે

કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી અગાઉ સંગઠનને વધુ મજબૂત કરવા મથામણ કરી રહ્યું છે. જેના ભાગરૂપે આજથી કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત સાત દિવસ સુધી વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લઇને સ્થાનિક રાજકારણ, સંગઠનની સ્થિતીનો ચિતાર મેળવશે.

સૂત્રો પ્રમાણે, ‘ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે ત્યારે હાઇકમાન્ડ ખુદ ગુજરાત પર નજર રાખી રહ્યાં છે.’ ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે પ્રદેશના નેતાઓને જીલ્લાઓનો પ્રવાસ કરીને કાર્યકરો સાથે વાતચીત કરવા નિર્દેશ આપ્યો છે.

અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ મધ્યગુજરાતનો સાથે રાખીને તેઓ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસની વાસ્તવિક પરિસ્થિતી શું છે તે જાણશે દાહોદ બાદ મહિસાગર, પંચમહાલ સહિતના આદિવાસી મત વિસ્તારોમાં ફરીને તેઓ સંગઠનની સ્થિતીનો ચિતાર મેળવશે.

ગેહલોત ચૂંટણી ટાણે પ્રજાલક્ષી પ્રશ્નો આગળ ધરીને સરકાર સામે લડત લડવા કાર્યકરોને માર્ગદર્શન આપશે. ગેહલોત સાત દિવસીય પ્રવાસમાં વિધાનસભા બેઠકના નિરીક્ષકો, ધારાસભ્યો સાથે પણ બેઠક યોજશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter