અમિત શાહનું નીતીશ કુમારને NDAમાં સામેલ થવા આમંત્રણ, JDUની 19 ઓગસ્ટે બેઠક  

નીતીશ કુમારને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતીશ કુમારની બેઠકમાં અમિત શાહે તેમને એનડીએમાં ફરીથી સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા.

આના સંદર્ભે જેડીયુ દ્વારા 19 ઓગસ્ટે પટનામાં આયોજિત થનારી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ઔપચારીક એલાન થવાની શક્યતા છે. જેડીયુના પ્રવક્તા કે. સી. ત્યાગીએ ક્હ્યું છે કે પાર્ટીની પટનામાં યોજાનારી બેઠકમાં આના સંદર્ભેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે.

જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકની અધ્યક્ષતા પાર્ટીના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર કરશે. કેન્દ્ર સરકારમાં સામેલ થવા બાબતે પુછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું છે કે બિહારની સરકારમાં તેઓ એનડીએની સાથે છે. તેથી સ્વાભાવિક છે કે જેડીયુ કેન્દ્ર સરકારમાં પણ સામેલ થશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter