અમદાવાદ : બાબા રામદેવના યોગ શિબિરમાં સેંકડોની સંખ્યામાં લોકોની હાજરી

અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે બાબા રામદેવના સાનિધ્યમાં ચાલી રહેલી યોગ શિબિરમાં બીજા દિવસે સેંકડોની સંખ્યામાં લોકોએ હાજરી આપી.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સવારે પાંચ વાગ્યે શરૂ થયેલી શિબિરમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે બાબા રામદેવે વિવિધ પ્રાણાયમ, યોગાસનો કરાવનીને તેના લાભ વિશે માહિતી આપી હતી. બાબાએ કહ્યું કે નિયમિત રીતે યોગ કરવાની ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, મોટાપા જેવી બિમારી માંથી મુક્તી મળે છે અને શરીર સંપૂર્ણ નિરોગી રહે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter