feed-image
રાષ્ટ્રપતિએ યાકુબ મેમણની દયા અરજી ફગાવી: સૂત્ર
યાકુબને આવતીકાલે સવારે સાત કલાકે નાગપુર જેલમાં અપાશે ફાંસી
અમદાવાદ: સાબરમતીના પાણી રિવરફન્ટ સુધી પહોંચ્યા

Top Stories

Grid List

મોરબીમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. જેથી માર્કેટીંગ યાર્ડમાં આવેલા અનાજ વિભાગમાં લાખોનું નુકશાન થયું છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલા તોફાની વરસાદની અસર અમદાવાદ એરપોર્ટ પર વર્તાઇ હતી. સોમવારથી અમદાવાદ શહેરમાં પડી રહેલા ભારે વરસાદનાં કારણે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડીગ કરતી ફ્લાઇટના પાઇલોટને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટ શહેરનાં કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે અગાઉ મારામારી અને જમીન કૌભાંડ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા એક આરોપીને ગેરકાયદેસર પિસ્તોલ સાથે દબોચી લીધો હતો.

બેંગ્લોરના એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી બિન સત્તાવાર ચાર દિવસીય ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બુધવારે ઓસ્ટ્રેલિયા 'એ' ના બોલરો સામે ભારતીય 'એ' ટીમનો ધબડકો થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય 'એ' ટીમ 135 રનમાં ખખડી ગયું હતુ. ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી પણ માત્ર 16 રન બનાવી આઉટ થતા ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે પ્રવાસી ટીમે વિકેટ ગુમાવ્યા વગર 43 રન બનાવી લીધા છે.

ઓસ્ટ્રેલિયાનો કપ્તાન માઇકલ ક્લાર્ક ફરી એકવાર સેક્સ અને સક્સેસના અંતર વચ્ચે ફસાઇ ગયો હતો. ક્લાર્કની જીભ લપસી જતાં તે ભોંઠો પડી ગયો હતો. એજબેસ્ટન ટેસ્ટની પૂર્વ સંધ્યાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં તેણે સક્સેસને 'સેક્સ' બોલાઇ ગયું હતું.

આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં નિર્દોષ સાબિત થયેલા એસ.શ્રીસંત અને અંકિત ચ્વહાણને ઝટકો લાગ્યો છે. બીસીસીઆઇએ આજે સાફ શબ્દોમાં કહ્યું છે કે, દિલ્હીની કોર્ટ દ્વારા આઇપીએલ સ્પોટ ફિક્સિંગના આરોપમાંથી મુક્ત થવા છતાં તેઓ ભારતના પૂર્વ ઝડપી બોલર એસ. શ્રીસંત અને સ્પિનર અંકિત ચ્વહાણ પરથી આજીવન પ્રતિબંધ હટાવવા માટે પુન:વિચાર નહીં કરીએ.

પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિએ ટેલિવિઝન શૉ 'મેન વર્સિસ વાઈલ્ડ' પરથી પ્રેરણા લઈને માછલી, ઘોંઘા અને કીડી મકોડા ખાવાના શરૂ કરી દીધા છે.

ભ્રષ્ટાચારના મામલાઓનો ખુલાસો કરવા માટે હંમેશા ચર્ચામાં રહેલા આઈએફએસ અધિકારી સંજીવ ચતુર્વેદી અને અંશુ ગુપ્તાને 2015ના રેમન મેગ્સેસે એવોર્ડથી સમ્માનિત કરવાનો નિર્ણય કરાયો છે.

1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ મામલામાં ફાંસીની સજા પામેલા ગુનેગાર યાકૂબ મેમણની અરજી પર સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠ સુનાવણી કરી રહી છે. તો બીજી તરફ ડેથ વોરંટમાં ફાંસીની તારીખના એક દિવસ પહેલા યાકૂબ મેમણે ફરીથી રાષ્ટ્રપતિને ફેક્સ અને ટપાલ દ્વારા નવી દયા અરજી મોકલી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સમક્ષ તેની દયા અરજી હજી વિલંબીત છે. યાકૂબ મેમણની દયા અરજી પર રાષ્ટ્રપતિ સરકારની સલાહ પ્રમાણે નિર્ણય લેશે.

Advertisement

Grid List

સેલ્ફીનો ક્રેઝ આજકાલ લોકો પર એટલો બધો છવાયો છે કે લોકો તેના માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. સૈન ડિયાગોમાં પણ એક શખ્સ સાથે સેલ્ફીના ચક્કરમાં એવું જ કંઈક બન્યું હતું.

આજે આપણે એવી જગ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં મહાભારતની વિરાસત આજે પણ પ્રવાસીઓને આકર્ષે છે. આ જગ્યા ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડનું શહેર દિમાપુર છે, જે એક સમયે હિડિંબાપુરના નામે જાણીતું હતું.

Upcoming Events